આપનું યોગદાન
બાલ રસીકરણ.કોમ એ ગુજરાતી માતા-પિતાને સંતાનોની રક્ષાના સંગ્રામમાં રાહબર બનવાને સર્જાયેલ વેબસાઈટ છે. આ વેબ સાઈટના નિર્માણ હેતુ પોતાનો અમુલ્ય સમય અને લેખનનું ભગીરથ કાર્ય અને શરુઆતી નાણાકીય સહાય ડો.મૌલિક શાહ દ્વારા નિઃસ્વાર્થ પ્રાપ્ત થયેલ છે. આ વેબ સાઈટ નું લોક્ભોગ્ય સાહિત્ય ઉત્કૃષ્ટ રીતે દર્શાવવા તેના નિર્માણ ને આ ક્ષેત્રના શ્રેષ્ઠ ટેકનીકલ નિષ્ણાતોની સેવાઓ લેવાયેલ છે. સાઈટ પર દર્શાવેલા ચિત્રો અને વિડીયોમાંના મોટાભાગના રાઈટ્સ ખરીદ કરાયેલ છે. આ સિવાય સાઈટના નિર્માણ માટે ઈન્ટરનેટ અને અન્ય અનેક નિષ્ણાતોની સેવાઓનો પણ ઉપયોગ થયેલ છે. આ તમામ પેટે ઘણો ખર્ચ થયેલ છે જે ડો.મૌલિક શાહ દ્વારા પ્રાપ્ત ડોનેશન અને આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશનની મૂડી થી ચૂકવાયેલ છે.
આ વેબ સાઈટ ને વધુને વધુ લોકભોગ્ય અને આકર્ષક બનાવવા નીચે મુજબના ભવિષ્યના આયોજનો વિચારેલ છે.
- આધુનિક સમય ની માગ અને આપણા દેશની સંસ્કૃતિ ને અનુરુપ સંપૂર્ણ વૈજ્ઞાનિક લેખો રજૂ કરવા. આ માટે વધુ નિષ્ણાતોની ટીમ ને બાલ-રસીકરણ માં સામેલ કરવા અને લેખન સેવાઓ લેવી જરુરી બને છે. ટેકનીક્લ નિષ્ણાતો ની સહાય જરુરી છે.
- રસીકરણ અને બાળ આરોગ્યનાજ વિષયો ને સંલગ્ન આપણી ભાષામાં આપણા શૈક્ષણિક વિડીયો અને એનીમેશન ની રચના કરવી કે જે માતાઓ અને શિશુ સંભાળમાં ઉપયોગી બને.
- વિદેશી ભાષામાં બનેલા સારા વિડીયોને ગુજરાતી ભાષામાં ડબ કરાવવા.
- લેખ સાથે જરુરી ચિત્રો કે ફોટોગ્રાફ આપણી જરુરીયાત મુજબ નિષ્ણાતો પાસેથી મેળવવા કે દોરાવવા.
- વેબ કાસ્ટ દ્વારા ઘેર બેઠા માતા-પિતા ને ચર્ચાત્મક માર્ગદર્શન આપતા ક્લાસ શરુ કરવા.
ઉપરોક્ત તમામ ઉદેશ્યો પાર પાડવા અમો કટિબધ્ધ છીએ. અને આ ઉદેશ્ય જો સાકાર થશે તો ગુજરાતી માતાઓ અને શિશુને એક અણમોલ વૈજ્ઞાનિક સાહિત્યની ભેટ આપવામાં અમો ચોક્કસ સફળ થશુ. આ તમામ કાર્યો માટે વેબ સાઈટ ને મોટી આર્થિક સહાયની જરુર છે. બાલ-રસીકરણ આ માટે પોતાના વાચક મિત્રોને – કોર્પોરેટ સમુહોને – સંસ્થાઓને પોતાના થી શક્ય એટલી દાન રાશિ મોકલવા હાર્દિક અપીલ કરે છે.
આપનું યોગદાન કેવી રીતે આપશો?
ચેક /ડીમાન્ડ ડ્રાફ્ટ
અમારુ એકાઉન્ટ નં - 325120110000138
બ્રાંચ - બેંક ઓફ ઈંડીયા - હોસ્પીટલ રોડ , જામનગર.(ગુજરાત- ભારત )
નેટબેંકીગ
બેંક IFSC : BKID0003251
બ્રાંચ - બેંક ઓફ ઈંડીયા - હોસ્પીટલ રોડ , જામનગર.(ગુજરાત- ભારત )
સાઈટ સંચાલકનું સરનામું
આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશન
201 – ક્રિશ્ના એપાર્ટમેંટ
પાર્ક કોલોની
જામનગર (ગુજરાત)
ફોન – 09825865669
Email : aalapcc@gmail.com
How to contribute?
Cheque/DD
Bank Account Number : 325120110000138
Branch: Bank of India, Hospital Road, Jamnagar (Gujarat-India)
Net-banking
Branch IFSC: BKID0003251
Branch: Bank of India, Hospital Road, Jamnagar (Gujarat-India)
Address
Aalap Creative Communications
201- Krishna Apartment.
Park Colony,
Jamnagar (Gujarat)
Phone - 09825865669
Email : aalapcc@gmail.com
















