ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘ આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય! ’ – એટલે કે જ્યારે મુસીબત આવી પડે ત્યાર પછીના પ્રયત્નો નિરર્થક હોય છે પણ જો આગમચેતીથી આવનારી મુસીબત માટે તૈયારી કરીને રાખવામાં આવે તો તેને અટકાવી શકાય છે. બિમારી કે રોગ નુ પણ એવુજ છે.
કુદરતી રોગ પ્રતિકારક શક્તિરોગ સામે રક્ષણ આપવા માનવ શરીર માં એક સુંદર પ્રતિરક્ષા પ્રણાલી છે. જ્યારે પણ કોઈ રોગ પેદા કરતા બેકટેરીયા કે વાઈરસ શરીરમાં દાખલ થાય છે ત્યારે આવા શત્રુ વિશે કોઈ સુનિયોજીત સુરક્ષા વ્યવસ્થા હોતી નથી આથી રોગના લક્ષણો દેખાય છે. આ રોગ સામે આપણા શરીરના શ્વેતકણો લડત આપી તેમને મારી નાખી રક્ષણ આપે છે. રસીકરણ થી રોગ પ્રતિકારક શક્તિબેક્ટેરીયા કે વાઈરસ ને સૌ પ્રથમ લેબોરેટરીમાં ખાસ પ્રક્રિયા દ્વારા અધમૂઆ કરી દેવાય છે કે જે પછી રોગ પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે છે. આવા ખાસ પ્રકારના બેકટેરીયા કે વાઈરસ રસીકરણ દ્વારા ઈંજેક્શન દ્વારા એક નિયત પ્રમાણમાં માનવ શરીરમાં દાખલ કરાય ત્યારે શરીર ની રક્ષા પ્રણાલિ તેની સામે લડીને એ રોગ માટે જરુરી અનુભવ કેળવી લે છે અને તેને યાદ કરી લે છે જેથી રોગ પ્રતિકારક શક્તિ જન્મે છે. રસીકરણ વિશે ની ગેરમાન્યતાઓરસીકરણથી બાળકને નુક્શાન થાય છે . |
|
|





