• An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow
સાડા-ત્રણ મહિને અપાતી રસીઓ

ઓ. પી. વી. - ઓરલ પોલીઓ વેક્સીન

ઇ-મેલ

ભારત ભરમાં પલ્સ પોલિયો અભિયાન દ્વારા પોલિયો નાબૂદીના ખૂબ પ્રચારને લીધે હવે પોલિયો ડ્રોપ્સ વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે. બાળક્ને જન્મ પછી શરુઆતી દિવસોમાં જ બી.સી.જી. સાથે જ પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે.

 

હિપેટાઇટીસ - બી

ઇ-મેલ

આ રોગ એક ખાસ પ્રકારના વાઈરસથી ફેલાય છે. માણસના શરીરમાં આ વાઈરસ જ્યારે કોઈ અન્ય રોગગ્રસ્ત મનુષ્યનુ દુષિત લોહી કે અન્ય શારીરીક પ્રવાહી  દાખલ થાય ત્યારે પ્રવેશે છે. આમ બનવાનુ અનેક જુદા પ્રકારે શક્ય છે.

 

ડી.પી.ટી - ત્રિગુણી

ઇ-મેલ

ડીપ્થેરીયા (ગલઘોંટુ)
ડીપ્થેરીયાનો રોગ કોરીનોબેક્ટેરીયમ ડીપ્થેરી નામક બેક્ટરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા મુખ્યત્વે  હવા દ્વારા ચેપગ્રસ્ત મનુષ્યના સંસર્ગમાં આવતા તંદુરસ્ત મનુષ્ય માં ફેલાય છે. આ રોગ ના પ્રારંભિક લક્ષણોમાં દરદીને તાવ આવેછે – શરદી – સળેખમ – ગળામાં સખત દુઃખાવો થાય છે. ગળામાં કાકડા અને પાછળના ભાગે સફેદ કલરની છારી જોવા મળે છે જે આ રોગનુ મુખ્ય લક્ષણ છે.

 

હીબ(એચ- ઈંફ્લ્યુએન્ઝા-બી) રસી

ઇ-મેલ

એચ-ઈન્ફ્લ્યુએન્ઝા ટાઈપ-બી બેક્ટેરીયાથી 1½વર્ષથી નાની વયના બાળકોને –ગળામાં સોજો - કાનમાં રસી ન્યુમોનિયા- મગજમાં રસી અને તેને લીધે બહેરાશ આવી શકે છે. આ બેક્ટેરીયા વિશેની વૈજ્ઞાનિક રીસર્ચ પરથી જણાયુ છે કે બાલકોમાં મગજમાં સોજો અને રસી થવાની બિમારીનુ એક પ્રમુખ કારણ હીબ બેક્ટેરીયા છે. આ બેક્ટેરીયા હવાથી ફેલાય છે આથી રોગ ગ્રસ્ત મનુષ્યના છીંક કે ઉધરસ દ્વારા હવામાં સૂક્ષ્મ બૂંદો દ્વારા અન્ય તંદુરસ્ત મનુષ્યમાં શ્વસનમાર્ગમાંથી શરીરમાં દાખલ થાય છે.

 

પોલીઓ ઈન્જેકશન

ઇ-મેલ

પોલિયોના ટીપા દ્વારા રસીકરણ ખૂબ જ જાણીતુ છે પરંતુ હમણા છેલ્લા થોડા સમય થી પોલિયો ઈન્જેકશન પણ ભારતમાં ઉપલબ્ધ છે. પોલિયો ઈન્જેકશન ની શોધ ડૉ. શોક દ્વારા ઈ.સ. 1955માં થઈ હતી અને શરુઆતી દોરમાં પોલિયો રસીકરણ માત્ર આ ઈન્જેકશન દ્વારા જ થતુ પરંતુ ત્યાર બાદ પોલિયો ટીપાની શોધ થઈ અને પીવડાવવાની સરળ પધ્ધતિ હોવાથી ટીપાને એક લોકપ્રિય રસી બનતા વાર ન લાગી વળી ટીપા પ્રમાણ માં ઘણા સસ્તા અને ખૂબ સરળતા થી પ્રાપ્ય હતા. આથી જૂદા જૂદા દેશોએ તેને અપનાવ્યા અને ઘણા દેશો પોલિયોને નાબૂદ કરી શક્યા.

 

રોટા વાઇરસ રસી

ઇ-મેલ

રોટાવાઈરસ થી થતા ઝાડા અંગે
સામાન્ય રીતે શિશુને પ્રથમ વર્ષમાં ત્રણ થી ચાર વખત ઝાડા થવાની ઘટના થાય છે. ઝાડા આમ તો સામાન્ય બિમારી ગણવામાં આવે છે પણ ઝાડાથી શરીરમાં પાણી ખૂટી જવાથી ઘણા બાળકોને હોસ્પીટલમાં દાખલ કરવા પડે છે અને જેમને સમયસર સારવાર ન મળે તેમનુ મૃત્યુ પણ થઈ શકે છે. બાળકોમાં થતા ઝાડાના કુલ કેસોમાંથી લગભગ 70 ટકા કેસ રોટા વાઈરસ નામના વાઈરસના ચેપથી થાય છે. એક અંદાજ પ્રમાણે સમગ્ર વિશ્વમાં આ વાઈરસથી થતી ઝાડાની બિમારી થી વાર્ષિક 6 લાખ થી વધુ બાળકોના મૃત્યુ થાય છે.

 

ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સીન (PCV 7)- ન્યુમોનિયા રસી

ઇ-મેલ


ન્યુમોકોકલ બેક્ટેરીયા દ્વારા બાળકોમાં સામાન્ય ઉધરસ થી લઈને મગજમાં રસી જેવા અતિ ગંભીર સંક્રમણ પણ થતા હોય છે. આ બેક્ટેરીયાની સામે અમેરીકા અને અન્ય 19 દેશોમાં ન્યુમોકોકલ કોંજયુગેટ રસીને બાળ કોમાં વપરાશની ઈ.સ. 2000થી પરવાનગી મળેલ છે. આ દેશોમાં આ રસીકરણના ઘણા ઉત્સાહવર્ધક પરિણામો મળેલા છે. હાલ ભારતમાં આ રસી અમેરીકાથી આયાત કરવામાં આવે છે.

 


ન્યુઝલેટર સબ્સ્ક્રાઈબ કરો

આપના બાળકો ના યોગ્ય અને સમયસર રસીકરણ માટે માહિતીસભર ન્યુઝલેટર સબ્સ્ક્રાઈબ કરો.



Receive HTML?

આપનું યોગદાન

Your donation

માતૃત્વ ને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

http://www.gujmom.com