એચ - ઇન્ફ્લુએન્ઝાબી

એચ-ઈન્ફ્લ્યુએન્ઝા ટાઈપ-બી બેક્ટેરીયાથી 1½વર્ષથી નાની વયના બાળકોને –ગળામાં સોજો - કાનમાં રસી ન્યુમોનિયા- મગજમાં રસી અને તેને લીધે બહેરાશ આવી શકે છે. આ બેક્ટેરીયા વિશેની વૈજ્ઞાનિક રીસર્ચ પરથી જણાયુ છે કે બાલકોમાં મગજમાં સોજો અને રસી થવાની બિમારીનુ એક પ્રમુખ કારણ હીબ બેક્ટેરીયા છે. આ બેક્ટેરીયા હવાથી ફેલાય છે આથી રોગ ગ્રસ્ત મનુષ્યના છીંક કે ઉધરસ દ્વારા હવામાં સૂક્ષ્મ બૂંદો દ્વારા અન્ય તંદુરસ્ત મનુષ્યમાં શ્વસનમાર્ગમાંથી શરીરમાં દાખલ થાય છે.

શરુઆતી લક્ષણો અન્ય શ્વસનમાર્ગના ચેપ જેવાજ હોય છે જેમાં શરદી- ઉધરસ-તાવ હોય શકે પરંતુ જ્યારે આ રોગ નાની વયના બાળકોમાં થાય ત્યારે આવા લક્ષણો સંપૂર્ણ પણે ન પણ હોય પરંતુ તેની ગંભીર અસરો જ અચાનક જોવા મળે છે. હવે આ માટેની રસી બહોળા પ્રમાણ માં વપરાશ માં હોવાથી આ રોગ ના કિસ્સાઓ ઘટ્યા છે તેની ગંભીર અસરો ભાગ્યેજ જોવા મળે છે.

રસીનો પ્રકાર અજીવ રસી
આપવાની ઉંમર દોઢ માસે – અઢી માસે – સાડા ત્રણ માસે બુસ્ટર - દોઢ વર્ષ અને પાંચ વર્ષ ઉંમરે અન્ય રસીકરણ પણ સાથે આપી શકાય છે.
કુલ ડોઝ 4* (0.5ml)દોઢ માસે, અઢી માસે, સાડા ત્રણ માસે, દોઢ વર્ષ
ક્યાં અપાય છે પગમાં સાથળના ઉપરના બાહ્ય ભાગ પર સ્નાયુમાં
કેવી રીતે અપાય છે સ્નાયુમાં (intramuscular)
* અહી દર્શાવેલ સર્વ સામાન્ય પત્રક માત્ર છ માસથી નાની ઉંમરે હીબ રસીકરણ કરીએ તે માટે માર્ગદર્શક છે. હીબનુ રસીકરણ અને આપવા પડતા ડોઝ ની સંખ્યા શરુ કર્યાની ઉંમર અનુસાર બદલાય છે આથી આ સિવાયની ઉંમરે જો હીબ રસીકરણ કરવામાં આવે તો બાળરોગ વિશેષજ્ઞ પાસે અલગથી માર્ગદર્શન લેવુ.

ધ્યાન રાખવા જેવી બાબતો

  1. હીબ રસી સામાન્યતઃ હવે કોમ્બીનેશન રસી તરીકે અન્ય રસીઓ જેવીકે ડી.પી.ટી.– હીપેટાઈટીસ બી-પોલિયો ઈન્જેકશન સાથે સહેલાઈ થી ઉપલબ્ધ છે આ માટે આપ બાલરોગ નિષ્ણાત સાથે ચર્ચા કરી શકો છો.
  2. હીબ રસીથી સામાન્યતઃ માત્ર ઈન્જેકશનની જ્ગ્યાએ દુઃખાવો થઈ શકે ક્યારેક હળવો તાવ આવી શકે છે આ રસીની અન્ય કોઈ ગંભીર આડ અસરો જોવા મળતી નથી.