હિપેટાઈટીસ બી

આ રોગ એક ખાસ પ્રકારના વાઈરસથી ફેલાય છે. માણસના શરીરમાં આ વાઈરસ જ્યારે કોઈ અન્ય રોગગ્રસ્ત મનુષ્યનુ દુષિત લોહી કે અન્ય શારીરીક પ્રવાહી  દાખલ થાય ત્યારે પ્રવેશે છે. આમ બનવાનુ અનેક જુદા પ્રકારે શક્ય છે.

  1. જન્મ સમયે ચેપગ્રસ્ત માતા(હીપેટાઈટીસ –બી દ્વારા) માંથી બાળકને લોહી દ્વારા.
  2. ચેપગ્રસ્ત વ્યક્તિનુ લોહી ચડાવવાથી
  3. ચેપગ્રસ્ત વ્યક્તિના દ્વારા વપરાયેલ નીડલ કે સીરિંજ અન્ય વ્યક્તિમાં વ્પરવાથી
  4. ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા વપરાયેલ રેઝર, ટૂથ બ્રશ કે ટૂથ પીક થી
  5. ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે શારીરીક સંબંધ થી
  6. નાના મોટા ઘા કે છોલાયેલી ચામડીની સપાટી પર ચેપગ્રસ્ત મનુષ્યનુ  લોહી લાગવાથી

એક વખત શરીરમાં દાખલ થયાના થોડા સમય પછી આ વાઈરસ લીવર (યકૃત) પર હુમલો કરે છે અને તેને ઈજા પહોંચાડે છે. આ પછી કુલ બે પ્રકારની માંદગી શરીરમાં જોવા મળી શકે છે.

ટૂંકાગાળા ની બિમારીઆ બિમારીમાં ઝાડા-ઉલ્ટી – ભૂખ ન લાગવી – સખત તાવ આવવો – પેટમાં  દુઃખાવો – કમળો - હાથ પગ ટૂટવા વિ. જોવા મળે છે. સામાન્ય રીતે એક થી બે મહિનામાં લીવરમાંનો સોજો ઘટતા તબીયતમાં  સુધારો જોવા મળે છે અને બધા લક્ષણ ધીમે ધીમે મટી જાય છે. દુર્ભાગ્ય વશ આવુ સામાન્યતઃ વયસ્ક માણસોમાં બને છે બાળકોમાં તે મુખ્યત્વે લાંબા ગાળાની બિમારીમાં પરિણમે છે. લાંબા ગાળાની બિમારીઆ બિમારીમાં લીવર પર વાઈરસની અસરથી વધુને વધુ ખરાબી સર્જાતી રહે છે અને જેથી લીવર નબળુ પડતા ધીમે ધીમે જુદી જુદી તકલીફો સર્જાય છે, ઘણી વાર લીવરનુ કેંસર થવાની સંભાવના પણ ખૂબ વધી જાય છે. ભૂખ ન લાગવી-વજન ઘટવુ – પેટમાં પાણી ભરાવુ – હાથ પગમાં સોજા ચડવા- લોહી વહેવુ – કમળાનુ ભયજનક પ્રમાણ અને મગજને અસર જેવી અનેક સમસ્યાઓ જોવા મળે છે અને આખરે દર્દીનુ મૃત્યુ પણ નીપજે છે. બાળકોમાં આ પ્રકારની તકલીફ વધુ જોવા મળે છે. ભારતમાં હીપેટાઈટીસ બીની બિમારીની લાંબા ગાળાની તકલીફ થી પીડાતા દર્દીઓની સંખ્યા અંદાજે 1-4% જેટલી વિશાળ છે.

રસીનો પ્રકાર અજીવ રસી
આપવાની ઉંમર સામાન્ય રીતે જન્મ થી સાત દિવસમાં બી.સી.જી સાથે આપી શકાય છે. જો માતાને હીપેટાઈટીસ-બી નો ચેપ ન લાગેલ હોય તો દોઢ માસે પણ અન્ય રસીકરણ સાથે પ્રથમ ડોઝ આપી શકાય છે. આ રસીકરણ કોઈ પણ ઉમરના બાળક-કિશોર કે પુખ્ત વ્યક્તિ માટે કરી શકાય છે.
કુલ ડોઝ 3# (0.5ml- અઢાર વર્ષથી નાની વયમાં / 1 ml-પુખ્ત વયનામાં )
બાળકો માટે સામાન્યતઃ પ્રચલિત પત્રકો * પ્રથમ – જન્મ સમયે, બીજો- એક માસે, ત્રીજો – છ માસે પ્રથમ – દોઢ માસે, બીજો- અઢી માસે, ત્રીજો – સાડા ત્રણ માસે
કિશોર – પુખ્ત વ્યકિત માટે પ્રથમ – કોઈપણ સમયે, બીજો- એક માસ પછી, ત્રીજો – છ માસ પછી
ક્યાં અપાય છે સાથળ માં ઉપરના બાહ્ય ભાગ પર સ્નાયુમાં
કેવી રીતે અપાય છે સ્નાયુમાં (intramuscular)
* આપના બાળરોગ વિશેષજ્ઞ સાથે આપને માટે યોગ્ય પત્રક માટે ચર્ચા કરી નક્કી કરશો.# કેટલાક રોગગ્રસ્ત દર્દીઓ (દાત. કિડની ફેલ્યોઅર ના ડાયાલિસીસ પર હોય તેવા ) ને કુલ ચાર ડોઝ 1 ml / ડોઝ આપવા જરુરી છે.

ધ્યાન રાખવાની બાબતો

  1. હીપેટાઈટીસ બી ના રસીકરણ નુ પત્રક આપના શિશુ ને માટે નક્કી કરવા માટે વિવિધ વિકલ્પો ચર્ચાથી વિશેષજ્ઞ સાથે નક્કી કરીલો અને એક વખત પસંદગી કર્યા બાદ તે વિકલ્પને વળગી રહો.
  2. ક્યારેક રસીકરણ પછી બાળકને હળવો તાવ કે ઈંજેકશનની જગ્યાએ દુઃખાવો થવુ સામાન્ય છે. આ માટે ડોકટરની સલાહ અનુસાર યોગ્ય ડોઝમાં પેરાસીટામોલ દવા આપી શકાય છે.
  3. જો અગાઉ ના રસીકરણ વખતે કોઈ એલર્જીક તકલીફ થઈ હોય તો ડોકટરને જાણ કરો.
  4. નવીનત્તમ સમુહ રસીકરણ દ્વારા એકસાથે રસીકરણમાં  હીપેટાઈટીસ બીની રસીને સામેલ કરીને આપવાનો એક સારો વિકલ્પ શક્ય છે. જેમાં દોઢ માસે અન્ય રસીઓ સાથે એકજ સોય થી ઘણી રસીઓ એક સાથે લાગે છે અને વારંવાર ઈન્જેકશન લગાવવાની પીડામાં ઘટાડો કરી શકાય છે.

હીપેટાઈટીસ બી ના રસીકરણની અસરકારકતાત્રણ ડોઝ પછી આ રસી ખૂબ અસરકારક રીતે(95%) રોગપ્રતિકારક શક્તિ પેદા કરે છે અને એક વાર પેદા થયેલી રોગપ્રતિકારક શક્તિ સામાન્યતઃ જીવન પર્યંત રહે છે.