એચ.પી.વી. (હ્યુમન પેપીલોમા વાઈરસ ) રસી

ગર્ભાશયના મુખનુ કેંસર સ્ત્રીઓમાં જોવા મળતા કેંસરમાં પ્રમુખ છે. આ રોગ થવાના મુખ્ય કારણમાં હ્યુમન પેપીલોમા વાઈરસનો ગર્ભાશયના મુખમાં થતો ચેપ જવાબદાર ગણવામાં આવે છે. આ વાઈરસ નાચેપ સામે હવે રસીક્રણ શક્ય છે અને તેની અસરકારકતા સારી છે. આ વાઈરસ સામે રોગપ્રતિકારક શક્તિ જન્માવતી કુલ બે રસી હાલ ભારતમાં પણ ઉપલબ્ધ છે.

હ્યુમન પેપીલોમા વાઈરસથી થતા રોગ વિશેઆ વાઈરસ પ્રમુખ રુપે કિશોરીઓ અને સ્ત્રીઓમાં જાતીય સંબંધો દ્વારા ફેલાય છે. મોટાભાગના લોકોને આ રોગના વાઈરસનુ ઈંફેક્શન થવા છતા કોઈજ લક્ષણો આવતા નથી. જ્યારે આ વાઈરસ ના મુખ્ય બે પ્રકાર ને લીધે ગર્ભાશયના મુખ પર ચેપ લાગવાથી લાંબા સમયે અમુક સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનુ કેન્સર જોવા મળે છે. આ સિવાય યોનિ અને ગુદા માર્ગના  કેટલાક અન્ય ચેપી રોગ પણ આ વાઈરસની અસર થી થાય છે. જે પુરુષો અને સ્ત્રીઓમાં સમાન રુપથી કેટલાક ઓછા જાણીતા કેન્સર માટેનુ કારણ બને છે.

રસીનો પ્રકાર અજીવ રસી
આપવાની ઉંમર દસ વર્ષ ની ઉંમર પછી કિશોરીઓમાં *(10 થી 25 વર્ષ )
કુલ ડોઝ 3 (0.5 ml / dose)પ્રથમ ડોઝ-દસ વર્ષ પછીબીજો ડોઝ* - પ્રથમ ડોઝ ના બે માસ બાદત્રીજો ડોઝ પ્રથમ ડોઝ ના છ માસ બાદ
ક્યાં અપાય છે ખભામાં ઉપર બાહરની બાજુએ ડેલ્ટોઈડ સ્નાયુમાં
કેવી રીતે અપાય છે 0.5ml સ્નાયુમાં (intramuscular)
* કુલ બે પ્રકારની રસી છે જેમાં બીજી એક અન્ય રસીનો બીજો. ડોઝ પ્રથમ ડોઝ ના એક માસ બાદ દેવાય છે.

ધ્યાન રાખવા જેવી બાબત

  1. રસી કિશોરાવસ્થામાં શક્ય એટલી વહેલી ઉંમરે આપવાનુ સૂચન કરવાનુ મુખ્ય કારણ વાઈરસનો ચેપ લાગે તે પહેલા રોગ પ્રતિકારક શક્તિ પેદાકરવા માટે કરાયુ છે. રસીના ડોઝ સંપૂર્ણ પણે પૂરા કરવાથી જ યોગ્ય રોગ પ્રતિકારક શક્તિ પેદા થાય છે અધૂરા ડોઝ થી પૂરી રોગ પ્રતિકારક શક્તિ નથી આવતી. આથી રસીકરણ માં દર્શાવ્યા મુજબ બે અથવા ત્રણ ડોઝ યોગ્ય સમયે આપવા ખૂબ જરુરી છે. એક વાર ચેપ લાગી જાય પછી રસીકરણ બિન ઉપયોગી છે.
  2. આ રસી હાલ ઘણી સુરક્ષિત મનાય છે અને આડ અસરો મુખ્યત્વે સામાન્ય દુઃખાવો કે હળવો તાવ છે.
  3. ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા આ રસીની ભલામણ હાલ જે માતા પિતાને આર્થિક રીતે પરવડી શકે તેમના સ્ત્રી સંતાનો માટે કરવામાં આવી છે.