ન્યુમોકોકલ (પી.સી.વી. 7)

ન્યુમોકોકલ બેક્ટેરીયા દ્વારા બાળકોમાં સામાન્ય ઉધરસ થી લઈને મગજમાં રસી જેવા અતિ ગંભીર સંક્રમણ પણ થતા હોય છે. આ બેક્ટેરીયાની સામે અમેરીકા અને અન્ય 19 દેશોમાં ન્યુમોકોકલ કોંજયુગેટ રસીને બાળ કોમાં વપરાશની ઈ.સ. 2000થી પરવાનગી મળેલ છે. આ દેશોમાં આ રસીકરણના ઘણા ઉત્સાહવર્ધક પરિણામો મળેલા છે. હાલ ભારતમાં આ રસી અમેરીકાથી આયાત કરવામાં આવે છે.

ન્યુમોકોકલ બેક્ટેરીયાથી થતા રોગ વિશે ન્યુમોકોકલ બેક્ટેરીયા નુ વૈજ્ઞાનિક નામ સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોનિ છે. આ બેક્ટેરીયા મનુષ્યોના નજીકના સંપર્કથી હવા દ્વારા પ્રમુખ રીતે ફેલાય છે. આ બેક્ટેરીયા બાળકોમાં સામાન્ય રીતે ઉધરસ – ગળાનો દુઃખાવો-કાનમાં રસી –ન્યુમોનિયા જેવા રોગ પેદા કરે છે. પરંતુ ઘણા બાળકોમાં ખાસ કરીને 2 વર્ષથી નાની વયના અને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા બાળકોમાં આ બેકટેરીયા લોહીમાં ગંભીર ચેપ અને મગજમાં રસી જેવી ખૂબ જોખમી અસરો પણ પેદા કરે છે. આ ગંભીર બિમારીને લીધે ઘણી વાર બાળકને હોસ્પીટલાઈઝેશન કરવુ પડે અને લાંબાગાળે માનસિક બિમારી –ખેંચ કે કાનની બહેરાશ જેવી ખોટ રહી જવા પણ પામે છે. આ રોગ સામે અસરકારક એંટીબાયોટીક દવાઓ છે પરંતુ એક વખત બિમારી થયા બાદ તેને સારવાર આપવી અને ગંભીર અસરો તથા ખોટ રહી જતી અટકાવવી એ એક ખૂબ મોટી લડત આપવા સમાન છે જેમાં દરેક કેસમાં સંપૂર્ણ પરિણામ ન પણ મળે.

રસીનો પ્રકાર અજીવ રસી
આપવાની ઉંમર અને પત્રક
પ્રારંભિક રસીકરણ શ્રેણીમાં
દોઢ માસે અઢી માસે સાડા ત્રણ માસે દોઢ વર્ષ
અન્ય શ્રેણી *
7-11 માસે 12-23 માસે 2 વર્ષ થી 5 વર્ષ સુધી
3 (ત્રણ)ડોઝ* 2 (બે)ડોઝ # 1(એક) ડોઝ
ક્યાં અપાય છે પગમાં સાથળના ઉપરના બાહ્ય ભાગ પર સ્નાયુમાં
કેવી રીતે અપાય છે 0.5 ml - સ્નાયુમાં (intramuscular)
* પ્રથમ ડોઝ આપ્યા બાદ બીજો દોઝ એક માસ પછી અને ત્રીજો ડોઝ બાળકની ઉંમર એક વર્ષ થયા બાદ (બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે બે માઅસનુ અંતર રાખવુ ) # બે ડોઝ 2 માસના અંતરે

યાદ રાખો

  1. ન્યુમોકોક્કલ બેક્ટેરીયાની કુલ 91 પ્રજાતિમાંથી મનુષ્યમાં રોગ ફેલાવવા જવાબદાર એવી મુખ્ય 7(સાત)પ્રજાતિ સામે આ રસી(P.C.V-7) રોગપ્રતિકારક શક્તિ પેદા કરવામાં મદદરુપ છે. જ્યારે ભારતમાં ન્યુમોકોકલ રોગ માટે જવાબદાર પ્રજાતિમાંથી માત્ર 55% જ આ રસીકરણ દ્વારા આવરી લેવાઈ છે. જેથી ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા આ રસીને બે વર્ષથી નીચેના તંદુરસ્ત બાળકોમાં માતાપિતા સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ જ આપવાની ભલામણ કરાઈ છે.
  2. ન્યુમોકોકલ રોગ ની ગંભીર અસરો સામાન્યરીતે તંદુરસ્ત બાળકોમાં બે વર્ષની ઉંમર પછી ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આથી એથી ઉપરંતી ઉંમરમાં આ રસીની તંદુરસ્ત બાળકોમાં ઉપયોગીતા ઘણી ઓછી છે. પરંતુ રસી દ્વારા 2થી 5 વર્ષની ઉંમરમાં થતા ન્યુમોનિયા કે કાન રસી જેવા પ્રમાણમાં ઓછા ગંભીર પ્રકારના કેસમાં કદાચ ઘટાડો થઈ શકે. આથી ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા હાલ તંદુરસ્ત બાળકોમાં આ રસી મુકાવાવની  મહત્તમ આયુ પાંચ વર્ષની સુધી અને માત્ર માતા પિતા ની વિનંતી થી મૂકવા ભલામણ કરાઈ છે.

ખાસ પ્રકારના બાળકો કે જેમને ન્યુમોકોકલ રોગ થવાની વધુ સંભાવના છે.

  1. જન્મજાત ઓછી રોગ પ્રતિકારક શક્તિ ના રોગ ગ્રસ્ત શિશુ
  2. એચ. આઈ.વી. ગ્રસ્ત
  3. કેંસર માટે કે અન્ય રોગ માટે ઈમ્યુનોસપ્રેસીવ થેરાપી પર હોય તેવા બાળકો
  4. અવયવ પ્ર્ત્યારોપણ કરાવેલા બાળકો
  5. સિકલ સેલ રોગગ્રસ્ત- બરોળની ખામી હોય તેવા બાળકો
  6. હૃદયની ખામી થી પીડાતા બાળકો
  7. કિડનીની ખામી વાળા બાળકો
  8. ડાયાબીટીસ વાળા બાળકો
  9. કોક્લીઅર ઈમ્પ્લાંટ વાળા બાળકો

આવા ખાસ બાળકોને જો આર્થિક રીતે પરવડે તો પ્રારંભિક રસીકરણ માં જ ન્યુમોકોકલ કોંજ્યુગેટ રસી (PCV 7 ) આપવી હીતાવહ છે. આવા બાળકોને પાંચ વર્ષથી મોટી વયે પણ આ રસીનો એક ડોઝ આપી શકાય છે. આવા ખાસ પ્રકારના કિસ્સામાં આ સિવાય અન્ય રસી જે આ રોગ માં વાપરી શકાય છે તે PPV 23 છે.જેની કિંમત હાલ PCV 7 થી ઓછી છે. આ રસી વિશે આપના બાલરોગ નિષ્ણાતની સાથે ચર્ચા કરી શકાય.ધ્યાન રાખવા જેવી બાબતો

  1. આ રસી ની સામાન્ય આડ અસરો જેવીકે ઈંજેક્શનની જગ્યાએ દુઃખાવો- તાવ વિ. અન્ય રસી જેવીજ છે અને આ માટે આપ તબીબી સલાહ અનુસાર પેરાસીટામોલ યોગ્ય ડોઝ માં વાપરી શકો છો.
  2. ઘણા પશ્ચિમી દેશોના રસીકરણ કાર્યક્રમમાં આ રસી સામેલ થયેલ છે. આથી જો જ્ન્મ પછી શિશુને વિદેશ જવાનુ હોય તો આ રસીકરણ કરાવવાથી લાભ થઈ શકે છે અને ફરીથી એ ડોઝ લેવો નથી પડતો પરંતુ આ માટે બાળરોગ નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જરુરી છે.
  3. હાલ આ રસીની ભારતમાં કિંમત અન્ય રસીઓની સરખામણી એ વધુ છે આથી રસીકરણ પહેલા કિંમત અંગે ડોક્ટર સાથે ચર્ચા અવશ્ય કરી લેવી.