ઇન્ફ્લુએન્ઝા

યાદ રાખો કે આ રસીથી સ્વાઈન ફ્લુ સામે કોઈજ રક્ષણ મળતુ નથી. આ રસી માત્ર સામાન્ય ફ્લુ ના રોગ સામે રક્ષણ આપે છે. હાલ ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીકસ દ્વારા આ રસી માત્ર ખાસ સંજોગોમાં જેમને જરુરી છે એવા બાળકોને જ આપવા જણાવાયુ છે.

રસીનો પ્રકાર અજીવ અને જીવિત રસી બંને પ્રકારે મળે છે.
આપવાની ઉંમર 6 માસની ઉંમર થી 9 વર્ષ* સુધી
કુલ ડોઝ 2 (0.5 ml** / dose)પ્રથમ ડોઝ – છ માસ પછી બીજો ડોઝ – પ્રથમ ડોઝ ના છ માસ બાદ
ક્યાં અપાય છે સાથળ માં ઉપરના બાહ્ય ભાગ પર
કેવી રીતે અપાય છે 0.5ml સ્નાયુમાં (intramuscular)
* નવ વર્ષથી મોટી ઉંમરનાને માત્ર એક ડોઝ** જો મૃત રસી killed vaccine આપવામાં આવે તો ત્રણ વર્ષ થી નાની વયમાં 0.25 ml/dose