હડકવા

કૂતરા કરડવાથી હડકવાની રસી ઘણા વ્યક્તિઓ અને બાળકોને આપવી પડતી હોય છે. જૂના સમયમાં વપરાતી રસી ડૂંટીની આસપાસ અપાતી અને તેના ଖ14 ડોઝ અપાતા હતા આ રસી ઘણી દુઃખાવો આપતી અને તેની ઘણી આડ અસર હતી. પરંતુ હવે નવી ટેકનોલોજીથી બનાવાતી રસીઓ આ મામલે ઘણી અસરકારક અને સરળ છે વળી તેમની આડ અસરો જૂજ કે નહિવત છે. 14 ડોઝ ને સ્થાને હવે 5 ડોઝથી જ  આ રસી જરુરી રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી દે છે.

હડકવાનો રોગ થયા પછી તેનો કોઈ જ ઈલાજ નથી. તેને અટકાવવાનો પ્રયાસ માત્ર રસી અને હડકવા રોગ વિરોધી પ્રતિદ્રવ્યથી જ શક્ય છે. આ સિવાય પ્રાથમિક ઉપચાર પણ ઘણો અગત્યનો છે. કોઈપણ જંગલી કે ઘરેલુ પાળતુ જાનવર ના કરડવા પર ડોક્ટરની સલાહ અનુસાર જો જરુરી જણાય તો હડકવાની રસી જરુરથી અપાવી જોઈએ એ જીવન રક્ષક છે.

રસીનો પ્રકાર અજીવ રસી
કુલ ડોઝ 5 (1ml / dose)પ્રથમ ડોઝ, 3 દિવસ બાદ, 7 દિવસ બાદ, 14 દિવસ બાદ, 30 દિવસ બાદ, 90 દિવસ બાદ *
ક્યાં અપાય છે ખભામાં ઉપર બાહરની બાજુએ ડેલ્ટોઈડ સ્નાયુમાં
કેવી રીતે અપાય છે 1 ml સ્નાયુ માં (intramuscular)
* ખાસ કિસ્સાઓ માં - ખૂબ બિમાર કે ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં