યેલ્લો ફીવર

યેલો ફીવર વાઈરસ દ્વારા ફેલાતો રોગ છે. દુનિયાના અમુક દેશો -આફ્રિકા અને દક્ષિણ તથા મધ્ય અમેરીકાના દેશોમાં આ જોવા મળે છે. આથી આ દેશોમાં જનારા પ્રવાસીઓ માટે આ રસીનુ રસીકરણ ફરજીયાત છે. સરકારી હોસ્પિટલોમાં આ રસીકરણ મફત અપાય છે અને માત્ર આ હોસ્પિટલોમાં આ રસીકરણ થયાનુ અધિકારીક સર્ટીફેકેશન માન્ય ગણાય છે.

વિદેશ પવાસના જરુરી વિઝા માટેની પરવાનગી માટે આવુ સર્ટીફિકેટ ખૂબ જરુરી છે. રસીની અસરકારકતા 10 દિવસ બાદ જોવા મળે છે અને 10 વર્ષ સુધી રહે છે. આથી રસીકરણ ના દસ દિવસ બાદ વિદેશ પ્રવાસ થઈ શકે છે.  આ સિવાય આ દેશોમાંથી આવતા છ માસથી મોટી ઉંમરના તમામ પ્રવાસીઓમાં પણ ભારતમાં પ્રવેશ પહેલા આ રસીકરણ અંગેનુ સર્ટિફિકેટ હોવુ જરુરી છે.જો સર્ટિફિકેટ ન હોય તો તેમણે યેલો ફીવર રોગના કોઈ લક્ષણ પાંચ દિવસ તબીબી અવલોકન હેઠળ હોસ્પિટલ માં રહેવુ પડે છે.  આ રસી શક્ય હોય તો નવ માસ થી મોટા બાળકોને જ આપવી જોઈએ કારણકે રસીની કેટલીક આડ અસરો નવમાસ થી નાની વયના બાળકોમાં વધુ પ્રમાણ માં જોવા મળે છે.

રસીનો પ્રકાર જીવિત રસી Live attenuated vaccine
આપવાની ઉંમર અને ડોઝ છ (06) માસની ઉંમર પછી 1 (0.5 ml / dose)
ક્યાં અપાય છે સાથળ માં ઉપરના બાહ્ય ભાગ પર
કેવી રીતે અપાય છે ત્વચાની નીચે (subcutaneously)