રોટા વાઇરસ

રોટાવાઈરસ થી થતા ઝાડા અંગે સામાન્ય રીતે શિશુને પ્રથમ વર્ષમાં ત્રણ થી ચાર વખત ઝાડા થવાની ઘટના થાય છે. ઝાડા આમ તો સામાન્ય બિમારી ગણવામાં આવે છે પણ ઝાડાથી શરીરમાં પાણી ખૂટી જવાથી ઘણા બાળકોને હોસ્પીટલમાં દાખલ કરવા પડે છે અને જેમને સમયસર સારવાર ન મળે તેમનુ મૃત્યુ પણ થઈ શકે છે. બાળકોમાં થતા ઝાડાના કુલ કેસોમાંથી લગભગ 70 ટકા કેસ રોટા વાઈરસ નામના વાઈરસના ચેપથી થાય છે. એક અંદાજ પ્રમાણે સમગ્ર વિશ્વમાં આ વાઈરસથી થતી ઝાડાની બિમારી થી વાર્ષિક 6 લાખ થી વધુ બાળકોના મૃત્યુ થાય છે.

પશ્ચિમ ના વિકસીત અને પૂર્વ ના વિકાસશીલ દેશોમાં આ બિમારી સમાન રુપથી લાગુ પડે છે. આ બિમારી વાઈરસના પાણી અથવા ખોરાક કે અશુધ્ધ હાથ બાળક્ના મોંમાં જવાથી થાય છે. આ બિમારી સામાન્યતઃ શિયાળાના મહિનાઓમાં થાય છે. બાળકોમાં આ બિમારીનુ પ્રમાણ સામાન્યતઃ ચાર માસની ઉંમરથી લઈને પાંચ વર્ષ સુધીમાં જોવા મળે છે. મોટા ભાગના કેસ છ માસથી બે વર્ષમાં જોવા મળે છે. રોગની શરુઆતમાં બાળકને હળવો તાવ અને ઉલ્ટી જોવા મળે છે. જ્યારે બીજા દિવસથી પાતળા પાણી જેવા ઝાડા જોવા મળે છે અને તાવ તથા ઉલ્ટી મટી જાય છે કે હળવા પડે છે. આ ઝાડા સામાન્યતઃ પાંચ થી સાત દિવસ સુધી ચાલે છે. આ ઝાડા માં ક્યારેય લોહી કે પરુ જોવા મળતુ નથી. ઘણી વખત ઝાડા લાંબો સમય પણ ચાલી શકે છે.આ પ્રકારના ઝાડામાં મુખ્યત્વે શરીરમાં પાણી અને ક્ષાર દ્ર્વ્યો ખૂટી જવાથી બાળકને નુકશાન થતુ જોવા મળે છે.  જેમ બાળકની ઉંમર ઓછી તેમ તેને આવુ બનવાની સંભાવના વધુ હોય છે. રોટા વાઈરસ ઝાડામાં બાળકનુ હોસ્પીટલાઈઝેશન કરવાની જરુર પણ આ બનતુ અટકાવવા જ હોય છે. જો બાળક મોં વાટે લઈ શકે તો ઓ.આર.એસ. નું દ્રાવણ આપવાથી નિર્જલન અટકાવી શકાય છે.

રોટા વાઈરસ રસી બાળકોમાં રોટા વાઈરસથી થતા ઝાડાના રોગ સામે રોગપ્રતિકારક શક્તિ પેદા કરવામાં મદદ કરે છે.

રસીનો પ્રકાર જીવિત રસી
આપવાની ઉંમર દોઢ માસે પણ અન્ય રસીકરણ સાથે આપી શકાય છે . છ માસ ની ઉંમર પહેલા આપી દેવુ ખાસ જરુરી છે. આ પછી આ રસી થી ખાસ ફાયદો નથી.
કુલ ડોઝ 2 (1ml/ ડોઝ)પ્રથમ ડોઝ - દોઢ માસબીજો ડોઝ – પ્રથમ ડોઝ ના 4 થી 6 અઠવાડીયા બાદ
કેવી રીતે અપાય છે મોં વાટે પીવડાવવામાં આવે છે.

યાદ રાખોઝાડાની બિમારી બાળકોમાં અનેક પ્રકારના વાઈરસ અને બેક્ટેરીયા જવાબદાર છે. રોટા વાઈરસ ઝાડા થવાના અનેક કારણોમાં નું માત્ર એક કારણ છે આથી આ રસીકરણ પછી પણ બાળકને અન્ય કારણ થી ઝાડા થઈ શકે છે. ધ્યાન રાખવા જેવી બાબતો

  1. આ રસી મોં વાટે પીવડાવાય છે આથી અન્ય રસીઓની સરખામણી માં તે ઘણી સુરક્ષિત ગણી શકાય છે. જોકે જો બાળક ખૂબ બીમાર હોય અથવા ઝાડા-ઉલ્ટી હોય તો રસી ડોકટરની સલાહ પછી અપાવવી.
  2. આ રસી અન્ય રસીકરણ સાથે આપી શકાય છે.
  3. રસી પીવડાવ્યા બાદ બાળકને ધવડાવી શકાય છે કે અન્ય પ્રવાહી કે દવા આપી શકાય છે. શક્ય હોય તો ગરમ પાણી કે પ્રવાહીનો ઉપયોગ અડધી કલાક ટાળવો.
  4. રસીકરણ બાદ કયારેક થોડા બાળકોને થોડા ઝાડા કે ઉલ્ટી કે હળવો તાવ આવી શકે છે.
  5. રસીકરણ બાદ જો બાળકને ખૂબ પેટ ચડી આવે – ઉલ્ટી વધી જાય કે ઝાડામાં લોહી આવે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.

રોટા વાઈરસ રસી ની અસરકારકતાવિદેશોમાં થયેલા પરીક્ષણોના આંકડાઓ મુજબ આ રસી રોટા વાઈરસથી થતી ઝાડાની બિમારીમાં 85 % ઘટાડો લાવે છે જ્યારે આ રોગ  થતા હોસ્પીટલાઈઝેશનમાં અંદાજે 50% ઘટાડો આવે છે. ભારતમાં આ રસીના વધુ પરીક્ષણો પછી ના પરિણામો આવવાના બાકિ હોઈ હાલ ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ ડોકટર દ્વારા માતા-પિતા સાથે નિષ્ણાતની વિસ્તૃત ચર્ચા બાદ નો માતા-પિતા નિર્ણય લે તો જ આપવાની ભલામણ કરે છે.