હીપેટાઈટીસ – એ

હીપેટાઈટીસ –એ નો રોગ વાઈરસથી થતો રોગ છે. આ વાઈરસ પાણી કે દુષિત હાથ કે ખોરાક દ્વારા ફેલાય છે. આ રોગનો ચેપ મોટા ભાગના બાળકોને 5 વર્ષની ઉંમર સુધીમાં થઈ જતો હોય છે પરંતુ સદભાગ્યે બાળકોમાં 85 % માં આ રોગ બહુમૂલી અસરો પેદા કરેછે અને મોટા ભાગના બાળકોને કમળાની અસર પણ થતી નથી. જ્યારે અન્યને તાવ -કમળો- પેટમાં દુઃખાવો- ઉલ્ટી ઉબકા જેવા લક્ષણૉ જોવા મળે છે પરંતુ ગંભીર પ્રકારની બિમારી બહુ જૂજ કિસ્સા માં જોવા મળે છે. જ્યારે આથી તદ્દન વિપરીત વયસ્કોમાં આ વાઈરસનો ચેપ ઘણો કષ્ટદાયક અને ઘણા કિસ્સામાં અતિ ગંભીર રુપ પણ લઈ લે છે.

રસીનો પ્રકાર અજીવ રસી
આપવાની ઉંમર અને ડોઝ અઢાર (18)માસની ઉંમર પછી
કુલ ડોઝ 2 (0.5 ml / dose)પ્રથમ ડોઝ – અઢાર માસ પછીબીજો ડોઝ – પ્રથમ ડોઝ ના છ માસ બાદ
ક્યાં અપાય છે સાથળ માં ઉપરના બાહ્ય ભાગ પર
કેવી રીતે અપાય છે 0.5ml સ્નાયુમાં (intramuscular)

યાદ રાખો

આ રસી માત્ર પાણી દ્વારા ફેલાતા પ્રમાણ માં વધુ જોવા મળતા હીપેટાઈટીસ- એ વાઈરસ સામે જ રક્ષણ કરે છે. અન્ય હીપેટાઈટીસ વાઈરસ પ્રકાર બી- સી –ડી- ઈ સામે નહિ. આથી તેમનાથી જો ચેપ લાગે તો આ રસી કોઈ જ રક્ષણ આપતી નથી.

ધ્યાન રાખવા જેવી બાબત

  1. આ રસી ઘણી અસરકારક છે અને 94 થી 100 % કિસ્સામાં તે યોગ્ય રોગપ્રતિકારક શક્તિ પેદા કરી દે છે.
  2. આ રસી જો 10 વર્ષ કે તેથી મોટી વય નાને આપવામાં આવે તો તેમને બૂતકાળમાં આગળ કમળૉ થયેલો હતો કે નહિ તે જાણવુ જરુરી છે અથવા આ રોગના ચેપ અંગેનુ લોહિ પરીક્ષણ કરાવી સુનિશ્ચિત કર્યા બાદ જો ચેપ નથી થયો તેવુ પૂરવાર થાય તોજ રસી કરણ કરવુ જોઈએ. કારણકે આ ચેપ કોઈ લક્ષણૉ પેદા કર્યા વાર પણ થઈ ચૂક્યો હોય અને કુદરતી જ રોગ પ્રતિકારક શક્તિ બાળકમાં હાજર હોય તેવુ પણ શક્ય છે.
  3. રસીકરણ ની આડ અસરો જૂજ છે અને મુખ્યત્વે હળવો તાવ કે સામાન્ય દુઃખાવો જોવા મળી શકે.
  4. ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા આ રસીની ભલામણ હાલ માત્ર માતા પિતા સાથે વિસ્તૃત ચર્ચા બાદ જો તેમને જરુર જણાય તો આવા બાળકો એ આપવા કરાઈ છે.