મેનીન્ગોકોકાલ

આ રસીનો ઉપયોગ માત્ર ખાસ કિસ્સાઓમાં જરુરી છે જેમ કે જ્યારે કોઈ જગ્યાએ મેનિંગોકોકલ મેનિંનજાઈટીસનો ચેપ મહામારી માફક ફેલાયો હોય ત્યારે કે પછી બરોળ ની ખામી ધરાવતા બાળકોમાં...

  1. જ્યારે કોઈ જગ્યાએ મેનિંગોકોકલ મેનિંનજાઈટીસનો ચેપ મહામારી માફક ફેલાયો હોય ત્યારે એ જગ્યાના રહેવાસી બાળકોને
  2. કોમ્પ્લીમેંટ દ્રવ્યની ખામી થી ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા બાળકોમાં
  3. બરોળ ની ખામી ધરાવતા બાળકોમાં
  4. સાઉદી અરએબીયા ના હજ યાત્રીઓ માં ફરજીયાત પણે
  5. ડીસેમ્બરથી જૂન દરમ્યાન આફ્રિકાના ખાસ પ્રદેશોમાં જનારા યાત્રીઓમાં
  6. જેમના ઘરના કોઈ વ્યક્તિને મેનિંગોકોકલ મેનિંનજાઈટીસનો ચેપ લાગ્યો હોય
  7. વિદેશની યુનિવર્સિટી માં ભણતર અર્થે જતા વિદ્યાર્થીઓ ખાસ કરીને યુકે/ યુ.એસ.એ
રસીનો પ્રકાર અજીવ રસી
આપવાની ઉંમર અને ડોઝ ત્રણ માસથી બે વર્ષ - બે ડોઝ- ત્રણ માસના અંતરે બે વર્ષથી મોટા વ્યક્તિઓને* માત્ર એક ડોઝ (0.5 ml / dose)
ક્યાં અપાય છે નાના બાળકોમાં સાથળ માં ઉપરના બાહ્ય ભાગ પર મોટાઓમાં ખભામાં ઉપર બાહરની બાજુએ ડેલ્ટોઈડ સ્નાયુમાં
કેવી રીતે અપાય છે 0.5ml ત્વચાની નીચે સ્નાયુમાં (intramuscular)
* બે વર્ષથી નાની વયે માત્ર ચેપી રોગ મહામારીના સમયમાં અથવા ખાસ કિસ્સામાં જ આપવી જોઈએ